જૂનાગઢઃ ગીરનાર લીલી પરિક્રમા પૂર્ણતાના આરે છે. જોકે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ઓછા શ્રદ્ધાળુઓ પરિક્રમમાં આવ્યા છે. આ દરમિયાન માળવેલા ઘોડી નજીક અમદાવાદના યાત્રીનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના ઓઢવના રહેવાસી હિતેન્દ્ર વ્યાસ નામના આધેડનું પરિક્રમા દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત થયું છે.


આ પહેલા પરિક્રમાની શરૂઆતમાં માલવેલા અને જીણાબાવાની મઢી પાસે બનેલી ઘટનામાં બે યાત્રીઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. બંને મૃતકોની ડેડ બોડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ગીરનાર ફરતે યોજાતી 36 કિમીની પગપાળા ચાલીને પરીક્રમા કરવાના રૂટ પર 10 DYSP , 15 પીઆઇ ,71 પીએસઆઇ ,1100 પોલીસ જવાન અને 2 SRP કંપની ખાડે પગે બંદોબસ્તમાં છે.

ભારતીય ટીમના ટેસ્ટ ખેલાડીઓએ ગુલાબી બોલથી કરી પ્રેક્ટિસ, 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે રમશે ડે-નાઇટ ટેસ્ટ મેચ

લતા મંગેશકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો વિગત

શિવસેનાએ NDA સાથે છેડો ફાડ્યા બાદ બિહારના CM નીતિશ કુમારે આપ્યું મોટું નિવેદન, કહ્યું- અમારે તેનાથી....