બોલીવુડની આ હોટ એક્ટ્રેસે કરી અશ્લિલ હરકત, હાર્દિક પંડ્યા સાથે ચગ્યું હતું નામ, જાણો વિગત
ઈશાની આ હરકત ફેન્સને પસંદ આવી નથી અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાંક લોકોએ તો ઈશાને અનફોલો કરવાની પણ ભલામણ કરી દીધી.
ઈશા ગુપ્તાએ 2012માં આવેલી ફિલ્મ જન્નત-2થી ફિલ્મી કરિયર શરૂ કરી હતી. જેમાં તેની સામે સીરિયલ કિસર ઈમરાન હાશમી લીડ રોલમાં હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારો વકરો કર્યો હતો.
મુંબઈઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ ઈશા ગુપ્તાના સોશિયલ મીડિયા પર હજારો ફેન છે. ઈશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા તથા વીડિયો શેર કરતી રહે છે. પોતાની તસવીરોના કારણે ચર્ચમાં રહેતી ઈશાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે.
ઈશા ટૂંક સમયમાં ઈરાની ફિલ્મ ડેવિલ્સ ડોટરમાં નજરે પડશે. આ ઉપરાંત તે ઈન્દ્ર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં પણ દેખાશે.
આ પહેલા ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરો શેર કરવાના કારણે પણ ચર્ચામાં રહી હતી.
ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે કથિત અફેરના કારણે ચર્ચામાં રહેનારી ઈશાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે મિડલ ફિંગર દર્શાવી રહી છે. જેના કારણે યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.