ઈલિયાનાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેને ઊંઘમાં ચાલવાની બીમારી છે. જેના કારણે સવારે ઉઠે ત્યારે તેના પગમાં ઘા જોવા મળે છે. જેના કારણે તે પરેશાન છે. ઈલિયાનાની આ પોસ્ટ વાંચીને તેના ફેન્સને પણ ચિંતા થવા લાગી. ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કેટલાકે એક રૂમમાં તેને કેમેરા લગાવવાની સલાહ આપી રહ્યાં છે.
ઈલિયાનાએ એક ટ્વિટ કરીને લખ્યું, “હવે હું એ વાતને સંપૂર્ણ રીતે માની ચૂકી છું કે હું ઊંઘમાં ચાલુ છું. કદાચ આવું જ છે. કારણ કે હું સવારે ઉઠું ત્યારે મારા પગમાં સોજા અને ઘા જોવા મળે છે. એટલે આ વાત સમજવાનો બીજો કોઈ રસ્તો નથી.”
ઇલિયાનાની આ બીમારીને કેટલાક ફેન્સે ડરામણી ગણાવી છે. એક યૂઝરે લખ્યું, ‘જ્યારે તમે જાગો છો ત્યારે તમે પલંગ પર હોવ છો કે બીજે ક્યાંય. જો કોઈ બીજી જગ્યાએ હો તો આ ઊંઘમાં ચાલવાની બીમારી છે. નહીં તો તમે ભૂતનો શિકાર બન્યા છો.’