અમદાવાદઃ રાજ્યમાં ચકચાર મચાવનાર અમદાવાદ ગાંધીનગરનાં સિરિયલ કિલરને એટીએસએ ઝડપી પાડ્યો છે. આ કિલરને 3 હત્યાનાં કેસમાં પોલીસ મહિનાઓથી શોધી રહી હતી. એટીએસએ સિરિયલ કિલર મોલિશ માલી ને ગઇકાલે એટલે શનિવારે મોડીરાતે સરખેજ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. સિરિયલ કિલરની બાતમી આપનારને 2 લાખનું ઈનામ આપવાની પણ તે સમયે જાહેરાત કરવામાં આવી હતી.



ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરિયર કિલરે ગત ઓક્ટોબર મહિનામાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી હતી. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી. પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ CCTV ફૂટેજ મેળવીને તપાસ કરી હતી તો પણ આમાં કોઇ જ કડી મળી નહોતી. પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો હતો.



નોંધનીય છે કે ગત ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એક સરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના CCTV ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળી નહોતી. પરંતુ મોડે મોડે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી. ઉપરાંત આ વ્યકિતના CCTV ફૂટેજ પણ મળ્યા હતા. પોલીસ દ્વારા આ ફૂટેજ અને તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી.

છોટાઉદેપુરમાં વહેલી સવારે ખાબક્યો ધોધમાર વરસાદ, જાણો માત્ર બે કલાકમાં કેટલો વરસાદ પડ્યો


હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019: કોંગ્રેસે સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન તરીકે ગુજરાતના કયા દિગ્ગજ નેતાની કરી નિમણૂક, જાણો વિગત


ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ