બોલીવુડની આ હોટ એક્ટ્રેસ ભાજપમાં જોડાતાં જ મળ્યો મોટો હોદ્દો, જાણો વિગત
42 વર્ષીય ઈશાએ 2009માં ટીમી નારંગ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં તે એક સંતાનની માતા છે. 2 જાન્યુઆરીએ દિગ્ગજ અભિનેત્રી મૌસમી ચેટર્જી પણ ભાજપમાં જોડાઈ હતી. લોકસભા ચૂંટણી પહેલા અનેક ફિલ્મી ચહેરા રાજકારણમાં પ્રવેશ કરશે તેવો વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડમાં ઈશાએ ડોન, ડરના મના હૈ, સલામ એ ઇશ્ક, ક્યા કૂલ હૈ હમ, હમ તુમ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત ઈશાએ તમિલ, તેલુગુ, કન્નડ અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
‘ખલ્લાસ ગર્લ’થી જાણીતી એક્ટ્રેસ ઈશાએ 1998માં તમિલ ફિલ્મ ‘કાઢલ કવિતાઇ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એટલું જ નહીં ઈશાને આ ફિલ્મ માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. જે બાદ 2002માં ફિઝા ફિલ્મથી તેણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.
નવી દિલ્હીઃ બોલીવુડ સેલેબ્સનું રાજકારણમાં જોડાવું નવી વાત નથી. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા વિવિધ પક્ષોમાં જોડાવાનું પ્રમાણ વધી જતું હોય છે. બોલીવુડની જાણીતી એક્ટ્રેસ ઈશા કોપ્પીકરે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ઈશા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં ભાજપમાં જોડાઈ હતી. ભાજપમાં જોડાતાં જ તેને બીજેપી વુમન ટ્રાન્સપોર્ટ વિંગની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -