મુંબઈ: અભિનેત્રી જાહન્વી કપૂરની બોલિવૂડમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. શ્રીદેવી અને નિર્માતા બોની કપૂરની પુત્રી જાહન્વીએ શશાંક ખેતાનની ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર જોવા મળ્યો હતો.
જ્હાનવી કપૂર ફિલ્મો સિવાય પોતાની ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન રાખે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળતી હોય છે. હાલમાં જ્હાનવીની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે કે જેમાં તે શરીર બેલેન્સ કરી રહી છે.
જાહન્વી કપૂર જિમ ટ્રેનર નમ્રતા પુરોહિતની સાથે જોવા મળી હતી. આ દરમિયાન જાહન્વી વ્હાઈટ ટ્રાન્સપરન્ટ ટોપ અને શોર્ટ્સમાં બહુ જ બોલ્ડ લાગી રહી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
મેકઅપ વગર પણ જાહન્વી બહુ જ ક્યુટ લાગતી હતી. જિમની બહાર જાહન્વીએ પોતાની ટ્રેનરની સાથે જોરદાર પોઝ આપ્યો હતો.
આ દરમિયાન જાહન્વી ટ્રેનરની સાથે હસી-હસીને વાતો કરી હતી. જાહન્વીની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને બહુ જ પસંદ કરી રહ્યા છે.
બોલિવૂડની કઈ અભિનેત્રીની પહેલીવાર જીમની અંદરની તસવીરો આવે સામે? જુઓ
abpasmita.in
Updated at:
18 Aug 2019 11:12 AM (IST)
જ્હાનવી કપૂર ફિલ્મો સિવાય પોતાની ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન રાખે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળતી હોય છે. હાલમાં જ્હાનવીની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિત સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -