મુંબઈઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે અનેક દેશોમાં હાલત ઘણી ખરાબ છે. ભારત પણ આ વાયરસના ઝપટમાંથી બચી શક્યું નથી. અનેક શહેરોમાં સ્કૂલ-કોલેજ, સિનેમાઘર, મોલ, પાર્કથી લઈ પબ, ડાંસ બાર અને જિમ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્થિતિમાં આમ આદમીની સાથે સાથે સિનેમા અને સ્પોર્ટ્સ જગતના સિતારા ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે.

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે  સોશિયલ મીડિયા પર તેના બાળપણનો ફોટો શેર કર્યો છે. જે તેના ફેન્સનો ખૂબ પસંદ આવી રહ્યો છે અને વાયરલ પણ થયો છે.  કરીનાએ બાળપણની તસવીર શેર કરીને લખ્યું, “હું... તે સમયે કોઈ મારી સાથે હાથ મિલાવવાની કોશિશ કરી રહ્યું છે.”



કરીના કપૂર આ તસવીર શેર કરીને કોરોના વાયરસના કારણે હાથ નહીં મિલાવવાની સલાહ આપી છે. થોડા મહિના પહેલા કરીના કપૂર, અક્ષય કુમાર સાથે ગુડ ન્યૂઝ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

ટૂંક સમયમાં કરીના કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઠ્ઠામાં નજરે પડશે.

કોરોનાથી કેવી રીતે બચી શકાય, હરભજન સિંહે તસવીર પોસ્ટ કરીને આપી આ સલાહ, જાણો વિગતે

Reliance Jio યૂઝર્સ છો ? જાણો શું છે IUC ટોપ અપ વાઉચર્સ અને કેવા છે તેના ફાયદા