મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ બોલ્ડ અંદાજમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરિશ્મા તન્ના સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે.


આ વીડિયોમાં કરિશ્મા તન્ના બિકિનીમાં પૂલમાં છલાંગ લગાવતી જોવા મળે છે. કરિશ્માનો આ વીડિયો ફેન્સની વચ્ચે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા પણ કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ હોટ અંદાજમાં જોવા મળી ચૂકી છે.


કરિશ્માના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. હજોરો લોકો તેના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.