સૂટ સલવારમાં હતી ત્યારે ડાયરેક્ટરે કહ્યું- હું તને નાઈટીમાં જોવા માંગું છું, જાણો કઈ અભિનેત્રીએ કર્યો ખુલાસો?
માહી ગિલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, એક વખત હું એક ડાયરેક્ટરને મળી હતી ત્યારે મે સલાવર સૂટ પહેર્યો હતો. તે સમયે ડાયરેક્ટરે મને કહ્યું, જો તું સૂટ પહેરીને આવશે તો તને ફિલ્મમાં કોઈ કાસ્ટ નહીં કરે. તેના બાદ મે બીજા એક ડાયરેક્ટરને મળી હતી અને તેણે કહ્યું કે, હું જોવા માંગું છું કે તું નાઈટીમાં કેવી લાગે છે, માહીએ કહ્યું, આવા લોકો દરેક જગ્યાએ છે.
માહીએ જણાવ્યું કે કાસ્ટિંગ કાઉચથી બચવા માટે અલગ અલગ અખતરા અપનાવી ત્યાંથી ભાગી જતી હતી. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે લોકોને તેની ઓફિસમાં મળવા જવાનું બંધ કરી દીધું હતું. હું મારી સાથે મારા મિત્રોને લઈ જતી હતી. જેથી મારી સાથે કોઈ ચાલાકી ના કરે.
તેણે આ પણ કહ્યું કે તે આ ડાયરેક્ટર્સની વાતો પર વિશ્વાસ પણ કરવા લાગી હતી. માહીએ કહ્યું, હું મુંબઈમાં નવી નવી હતી, તેથી મને કંઈ સમજાતું નહોતું કે કોણ સાચું છે અને કોણ ખોટું. જ્યારે તમે ઈન્ડસ્ટ્રીમાં નવા હોય ત્યારે તમારે સાંભળવું પડે છે.
નવી દિલ્હી: કાસ્ટિંગ કાઉચને લઈને અનેક અભિનેત્રીઓ પોતાની પ્રતિક્રિયા જાહેરમાં આપી રહી છે. હવે તેના પર અભિનેત્રી માહી ગિલે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માહી ગિલે જણાવ્યું કે, એક ડાયરેક્ટરે તેને કહ્યું હતું તેને નાઈટીમાં જોવા માંગે છે. માહી ગિલે જણાવ્યું કે, મારી સાથે પણ આવું થયું છે. મને ડાયરેક્ટરનું નામ યાદ નથી.
માહીએ જણાવ્યું કે, હું ખરેખર તેઓની વાતો પર વિશ્વાસ કરવા લાગી હતી, સૂટ પહેરવાથી રોલ નહીં મળે, કોઈ કામ નહીં મળે. ઈન્ડસ્ટ્રીમાં સારા લોકોનું મળવું મુશ્કેલ છે.
મોહી ફિલ્મમાં તેના બોલ્ડ અંદાજને લઈને પણ સતત ચર્ચામાં રહે છે.