મુંબઈઃ આ અભિનેત્રીને સોસાયટીએ ઘર ખાલી કરવા કર્યું ફરમાન, કારણ જાણીને તમે ચોંકી જશો
અંગ્રેજી અખબાર સાથે વાત કરતા નીધિએ કહ્યું કે હું મારી મિત્ર સાથે અહીં છ મહિનાથી રહેતી હતી. હવે ફરી ઘર શોધવાનું છે. તેણે કહ્યું કે સોસાયટીના લોકોને લાગે છે કે એક અભિનેત્રીનું કોંપ્લેક્સમાં રહેવું યોગ્ય નથી. સોસાયટીઓ મોડેલ કે અભિનેત્રીઓને ઘર ભાડે આપવાનું પસંદ કરતી નથી કેમકે તેઓ માને છે કે યુવતીઓ ખોટા રસ્તેથી પૈસા કમાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર હાઉસિંગ સોસાયટી કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ કેટલાક લોકોને ઘર ભાડે ન આપી શકાય તેવા નિયમો બનાવે છે. જો કે આ ગેરબંધારણીય છે. ભારતનો કોઈ પણ નાગરિક રંગ, ધર્મ, જાતિ,જ્ઞાતિ, મેરિટલ સ્ટેટસ કે ખોરાકની પસંદના બાંધ વિના દેશમાં ક્યાંય પર રહી શકે છે.
જુલાઈ 2009માં ઈમરાન હાશ્મીને તેના ધર્મના કારણે જે ફ્લેટ ખરીદવો હતો તેની ના પાડી દેવામાં આવી હતી. શબાના આઝમી સાથે પણ આવું બની ચૂક્યું છે.
અભિનેત્રી નીધિ અગ્રવાલને તેનો બાંદ્રા સ્થિત ફ્લેટ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તે જ્યાં રહે છે તે હાઉસિંગ સોસાયટીના સભ્યોએ તેના સિંગલ હોવા પર અને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કામ કરતી હોવાથી વાંધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -