એક તસવીરમાં પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસનાં પગ પર બેઠી છે અને નિક પ્રિયંકાને કિસ કરી રહ્યાં છે. તે સમયે પ્રિયંકા અને નિકનાં મિત્રો પણ તેમની સાથે છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ લખ્યું છે કે, બધું જ શ્રેષ્ઠ કરવા માટે હું પરિવાર અને મિત્રોની આભારી છું. જે મિત્રો અમારી સાથે નથી, તેમને અમે યાદ કર્યાં. હું તમારા લોકો સિવાય નવા વર્ષની શરૂવાતની રાહ જોઇ શકતી ન હતી.
નિકે આ તસવીરોને શેર કરીને લખ્યું હતું કે, 2019 મારા જીવનનું સૌથી અવિશ્વનિય વર્ષોમાંથી એક હતું. હું તે બધુ જોવા માટે રાહ નથી જોવા માંગતો જે 2020 લાવવા માંગે છે. બધાને નવા વર્ષની શુભકાનાઓ.
પ્રિયંકા અને નિક બોલીવુડના સૌથી ચર્ચિત કપલમાંથી એક માનવામાં આવે છે. બન્નેના લગ્નને હજુ એક વર્ષ જ થયું છે પરંતુ એમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા હોય છે.
હાલમાં જ બંન્નેના ન્યૂ યર સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. જેમાં તેઓ રોમાન્ટિક રીતે નવા વર્ષનું સ્વાગત કરતા નજર આવી રહ્યા હતા.