રેડ ડ્રેસ પહેરીને બોલિવૂડની કઈ અભિનેત્રી ન્યૂયોર્કની ગલીઓમાં આટાં-ફેરાં કરી રહી છે, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા સૌથી પહેલા સલમાનની સાથે વર્ષ 2004માં રિલીઝ થયેલ ફિલ્મ ‘મુજસે શાદી કરોગી’માં જોવા મળી હતી. ત્યારબાદ પ્રિયંકા સલમાન સાથે ફિલ્મ ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’માં નજર આવી હતી.
જો ફિલ્મોની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા બહુ જલ્દી સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં જોવા મળશે. અલી અબ્બાસના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મ ‘ભારત’ 2014માં આવેલ દક્ષિણ કોરિયન ફિલ્મ ‘ઓડ ટુ માય ફાધર’ ની રીમેક છે.
ક્વાંટિકો એક અમેરિકન ટેલીવિઝન સીરીઝ છે. ક્વાંટિકોની આ સીઝનમાં માત્ર રોમાંસ જ નહીં એક્શન પણ વધારે જોવા મળશે. આ સીઝન પહેલાં કરતાં વધારે ધમાકેદાર હશે. શાનદાર એક્શન સીન અને જબરદસ્ત સ્ટોરી દર્શકોને રોમાંચિત કરવા માટે તૈયાર છે.
બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ હોલિવુડની દુનિયામાં ખૂબ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ અમેરિકી ટીવી સિરીઝ માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ્સમાં ફેવરેટ એક્ટ્રેસનો એવોર્ડ્ જીત્યો છે.
આ ફોટોઝ જોઈ ફેંસ તેના વખાણ કરી રહ્યા છે. તે દરમિયાન એવી ખબર આવી છે કે, પ્રિયંકા ચોપરા બ્રિટીશ રોયલ ફેમીલીમાં થનાર પ્રિન્સ હેરીના મેરેજમાં પણ સામેલ થશે. પ્રિન્સ હેરી-મેગન માર્કલ સાથે 19 મેના રોજ લગ્નગ્રંથીથી જોડાશે.
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અત્યારે ન્યૂયોર્કમાં ક્વાંટિકોના પ્રમોશનની તૈયારીમાં વ્યસ્ત છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાનો રેડ ડ્રેસ પહેરલ ફોટો વાયરલ થયો છે. પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ કેટલાક ફોટોઝ શેર કર્યા છે. તેમાં પ્રિયંકાએ રેડ ડ્રેસની સાથે લોંગ કોટ પહેર્યો છે. પ્રિયંકાનો લૂક ફેંસને વધારે પસંદ આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -