પ્રિયંકા-દીપિકા બાદ વધુ એક હીરોઈન હોલિવૂડના રસ્તે, ફિલ્મમાં બનશે બ્રિટિશ જાસૂસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2018 07:31 AM (IST)
1
ફિલ્મ વિશે રાધિકા કહે છે કે, ‘ફિલ્મની સ્ટોરી ખૂબ જ દિલચસ્પ છે. તે સમયે ઘણા ભારતીય બ્રિટિશ આર્મીમાં હતા, પરંતુ તેમની સ્ટોરી અત્યાર સુધી બતાવાઈ નથી. નૂરના પિતા ભારતીય મુસ્લિમ હતા.’
2
રાધિકા આપ્ટે બીજા વિશ્વ યૂદ્ધ પર આધારિત એક મહિલા પ્રધાન ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મ વિંસ્ટન ચર્ચિલના સીક્રેટ આર્મીના જાસૂસોની અસલી કહાની પર આધારિત હશે.
3
જાસૂસી પર આધારિત આ ફિલ્મમાં રાધિકા આપ્ટે હોલિવૂડના ઘણા જાણીતા એક્ટર્સ સાથે સ્ક્રીન શેયર કરશે. ફિલ્મને લીડિયા ડીન પિલ્ચર ડિરેક્ટ કરશે.
4
ફિલ્મમાં બેટમેન બિગિન્સ ફેમ લાઇનસ રોચ અને રૉસિફ સદરલેન્ડ જેવા હોલિવૂડ કલાકારો પણ જોવા મળશે.
5
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે સિલ્વર સ્ક્રીન પર બ્રિટિશ જાસૂસની ભૂમિકા નિભાવતી જોવા મળી શકે છે. સ્લમડોગ મિલિયોનર ફેમ રાધિકા આપ્ટેએ ધ વેડિંગ ગેસ્ટ બાદ વધુ એક હોલિવૂડ ફિલ્મ સાઈન કરી છે.