ભારતમાં કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે પોતાનો જીવ દાવ પર લગાવીને કામ કરતાં અનેક સ્વાસ્થ્ય કર્મીઓ પર છેલ્લા થોડા દિવસોથી હુમલો થતા હોવાની અનેક ઘટના સામે આવી છે. જેને લઈ રવીના ટંડને એક સ્પેશિયલ વીડિયો બનાવ્યો છે. જેમાં તેણે આ ગંભીર સ્વાસ્થ્ય સંકટને સમજવાની અપીલ કરવાની સાથે મેડિકલ સ્ટાફની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરવાની અપલી કરી છે.
અભિનેત્રીએ કહ્યું, મને લાગે છે કે ઘરથી દરરોજ બહાર જઈને ઘાતક કોરોના વાયરસ સામે લડનારા આપણા ડોક્ટર્સ, નર્સ જેવા ખરેખર નાયકોને પ્રોત્સાહિત કરવા આપણા તરફથી કેટલાક પ્રયાસો કરવા આપણા બધા માટે ખૂબ જરૂરી છે. આપણા પરિવારનો સુરક્ષા આપવા માટે તેઓ તેમના નજીકના લોકોને મળતા નથી અને તેના કારણે આ અભિયાનના માધ્યમથી મારી બધાને વિનંતી છે કે સ્વાસ્થ્ય વિભાગની ટીમને યોગ્ય સન્માન આપો અને તેની સાથે અફવા ફેલાવાથી રોકો. મને આશા છે કે આપણે જલદીથી આશાનું કિરણ જોવા મળશે.