મુંબઈ: રામાયણ અને મહાભારત ભારતીય ટીવીના ઈતિહાસની બે એવી સીરીઝ હતી, જેને આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે. આ સમયમં આ બંને શોમાં કામ કરતા કલાકારોને લોકો ભગવાનની જેમ પૂજતા હતા. રામથી લઈને સીતા અને વિષ્ણ સુધીને લોકો હકીકતમાં ભગવાન માનવા લાગ્યા હતા. આ જ કારણ હતું કે તેમની લોકપ્રિયતાનો ઉપયોગ રાજકીય પાર્ટી ભાજપે પણ કર્યો.


રામાયણ અને મહાભારતના કેટલાક પાત્રોએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમની લોકપ્રિયતાના કારણે આ કલાકારોએ ચૂંટણી લડી અને જીત પણ મેળવી હતી. પરંતુ આ કલાકારોને રાજકારણ વધારે પસંદ ન આવ્યું. આ જ કારણ હતું કે થોડા વર્ષોમાં રાજકીય જગતથી દૂર થઈ ગયા. આવો જાણીએ કયા કલાકારો લીધી હતી રાજકારણમાં એન્ટ્રી.

રામાનંદ સાગરની લોકપ્રિય રામાયણમાં દીપિકા ચિખલિયાએ સીતાની ભૂમિકા નિભાવી હતી. આ એજ શો હતો જેણે દીપિકાને ઘર ઘરમાં પહોંડી દીધી અને લોક વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. દીપિકાની લોકપ્રિયતાને લઈને ભાજપે 1991માં બરોડાથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમને ચૂંટણીમાં જીત મળી હતી. પરંતુ તેમની રાજકીય સફર લાંબી ન ચાલી શતી. તેમણે રાજકારણ છોડી દીધુ.

દીપિકા ચિખલિયાએ રાજકારણ છોડવાનુ કારણ જણાવતા કહ્યું કે તેમના નવા લગ્ન થયા હતા અને તેમને ચૂંટણી વિસ્તારમાં જવું પડતું હતું. આ જ કારણ હતું કે તેઓ આ કારણે ખુશ નહોતા. ફરી તેના ઘરે દિકરીનો જન્મ થયો અને તેમણે રાજકારણ છોડી દીધું.

મહાભારતમાં કૃષ્ણની ભૂમિકા નિભાવનાર નીતીશ ભારદ્વાજે પણ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમણે વર્ષ 1996માં ભાજપ તરફથી જમશેદપૂરથી ચૂંટણી લડી અને જીત મેળવી હતી. પરંતુ 1999ની લોકસભા ચૂંટણીમાં તેમને હાર મળી હતી, બાદમાં તેણે રાજકારણ છોડી દીધુ હતું.

રામાયણની સીતા જ નહી પરંતુ રાવણે પણ ચૂંટણી લડી હતી. રામાનંદ સાગરની રામાયણાં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપની ટિકિટ પર સાબરકાંઠાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને જીત મેળવી હતી. આ સિવાય રામ બનેલા અરૂણ ગોવિલને પણ ઘણી વખત રાજકારણમાં આવવાની ઓફર મળી હતી, પરંતુ તેમને ના પાડી દીધી હતી.