IIFA 2018: 20 વર્ષ બાદ આ જાજરમાન અભિનેત્રીએ સ્ટેજ પર આપ્યું પર્ફોમન્સ
શ્રદ્ધા કપૂરે પણ રેખા સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, “આજે મે મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ પરફોર્મંસ જોયું. હું શબ્દોમાં નથી વર્ણવી શકતી કે અમે સૌ કેટલા ભાગ્યશાળી છીએ કે અમે તમારા ડાન્સનો જાદુ જોયો.”
રેખાના આ પરફોર્મંસની ખુશી વ્યક્ત કરતાં IIFAએ ટ્વિટ કર્યું કે, “અમારા માટે આનાથી વધારે ખુશીની વાત હોઈ જ ના શકે. રેખાજીએ 20 વર્ષ બાદ અમારા માટે સ્ટેજ પર ડાન્સ કર્યો. અમે તેમના આભારી છીએ.”
જણાવી દઈએ કે રેખાએ 20 વર્ષ બાદ સ્ટેજ પર ડાન્સ પરફોર્મંસ આપ્યું છે. અગાઉ રેખાએ 31 જાન્યુઆરી, 1998માં આયોજિત 43મા ફિલ્મ ફેર અવોર્ડમાં સ્ટેજ પરફોર્મંસ આપ્યું હતું. એ વખતે રેખાએ ‘યે ક્યા શહર હૈ દોસ્તો’, ‘ઈન આંખો કી મસ્તી’, ‘સલામ-એ-ઈશ્ક’ અને ‘દિલ ચીઝ ક્યા હૈ’ ગીત પર ઠુમકા લગાવ્યા હતા.
મુંબઈઃ બોલિવૂડની જાજરમાન અભિનેત્રી રેખાના સ્ટેજ પરફોર્મન્સ માટે એક બાજુ સમગ્ર બોલિવૂડ રાહ જોઈ રહ્યું હતું ત્યારે તેના ફેન્સ પણ તેની આતુરતથી રાહ જોઈ રહ્યા હતા. જોકે હવે આઈફા એવોર્ડ નાઈટમાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે કારણ કે આ સમારોહમાં રેખાએ સ્ટેજ પર પરફોર્મ કર્યું છે. ખાસ વાત એ છે કે રેખાએ અંદાજે 20 વર્ષ બાદ સ્ટેજ પર પરફોર્મ કર્યું છે.
રેખાએ આઈફા એવોર્ડમાં ‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘સલામ-એ-ઈશ્ક મેરી જાં’, ‘થારે રહિયો ઓ બાંકે યાર’ પર ડાન્સ કર્યો. 63 વર્ષીય રેખાનો ડાન્સ જોઈને ત્યાં હાજર તમામ આશ્ચર્યમાં મૂકાયા. ડાન્સની સાથે સાથે રેખાએ પોતાના લૂક્સથી પણ લોકોનું દિલ જીત્યું. થોડા દિવસ પહેલા જ્યારે રેખા IIFAમાં પરફોર્મ કરવાની છે તેવી ખબર આવી ત્યારથી જ ફેન્સની ઉત્સુકતા વધી ગઈ હતી.