✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરામાં આરોપી વિદ્યાર્થીને સાથે રાખી પોલીસે કર્યું હત્યાનું રિકંસ્ટ્રક્શન, આરોપીએ પોલીસને શું કહ્યું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jun 2018 09:31 AM (IST)
1

2

મજૂરીકામ કરતાં તેના પિતાને આ વાતની જાણ થતાં તે પુત્રને લઈને વલસાડ જતા રહ્યા હતાં. જોકે વલસાડ પહોંચતાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો.

3

આ બે વિદ્યાર્થીઓએ હત્યા જોઈ હોવાનું કબૂલ્યું છે. દેવની હત્યા બાદ 16 વર્ષીય આરોપી વડોદરાના ગાજરાવાડીમાં આવેલા તેના ફોઈના ઘરે પહોંચ્યો હતો અને કપડાં બદલી નાખ્યા હતાં.

4

હત્યાની સંપૂર્ણ તૈયારી કરીને આવેલો આરોપી બાથરૂમની બહાર લાગેલા CCTV કેમેરા વિશે ભૂલી ગયો હતો. હત્યા પહેલા જ આરોપી વિદ્યાર્થી અને હત્યા થઈ તે વિદ્યાર્થી CCTVમાં જોવા મળ્યાં હતા. બાથરૂમમાં રહેલા અન્ય બે વિદ્યાર્થીઓ પર પણ તેનું ધ્યાન ગયું ન હતું.

5

આરોપીએ કહ્યું હતું કે, હોમવર્ક ન કરવાના કારણે તેને મળેલા ઠપકાનો બદલો લેવા માટે સ્કૂલને બદનામ કરવા હત્યા કરી હતી. આરોપી વિદ્યાર્થીનું પ્લાનિંગ ફૂલપ્રુફ હતું કારણ કે તેણે હત્યા પહેલા પોતાનો શર્ટ પણ કાઢી નાખ્યો હતો.

6

આરોપી વિદ્યાર્થીએ પોલીસને બતાવ્યું હતું કે, કેવી રીતે બાથરૂમ પાસેની લોબીમાં દેવ તેને મળ્યો હતો અને પછી તેને બાથરૂમમાં હત્યા કરવા લઈ ગયો હતો. આરોપીએ હત્યા બાદ જે રસ્તેથી ફરાર થયો તે પણ બતાવ્યો હતો.

7

વડોદરા: ધોરણ 9ના વિદ્યાર્થી દેવ તડવીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી વિદ્યાર્થીની ઉંમરની ખાતરી કરવા તેનો બોન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઈ ડિવિઝનના ACP એસ.જી.પાટીલે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીના દસ્તાવેજો પ્રમાણે તેની ઉંમર 16 વર્ષ અને 6 મહિના છે પણ અમે મેડિકલ પુરાવો આપવા બોન ટેસ્ટ કરાવ્યો છે. તેના પર કેસ પુખ્ત વયના વ્યક્તિ તરીકે ચલાવવા અંગે કોર્ટ નક્કી કરશે.

8

વડોદરા: ધોરણ 9ના વિદ્યાર્થી દેવ તડવીની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપી વિદ્યાર્થીની ઉંમરની ખાતરી કરવા તેનો બોન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઈ ડિવિઝનના ACP એસ.જી.પાટીલે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીના દસ્તાવેજો પ્રમાણે તેની ઉંમર 16 વર્ષ અને 6 મહિના છે પણ અમે મેડિકલ પુરાવો આપવા બોન ટેસ્ટ કરાવ્યો છે. તેના પર કેસ પુખ્ત વયના વ્યક્તિ તરીકે ચલાવવા અંગે કોર્ટ નક્કી કરશે.

  • હોમ
  • વડોદરા
  • વડોદરામાં આરોપી વિદ્યાર્થીને સાથે રાખી પોલીસે કર્યું હત્યાનું રિકંસ્ટ્રક્શન, આરોપીએ પોલીસને શું કહ્યું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.