મુંબઈ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી રેખા હાલ પોતાની બહેન સાથે અરમાન જૈનના લગ્નમાં પહોંચી હતી. રેખા અને તેમની બહેન રાધા એકદમ રોયલ અંદાજમાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન રેખા લાલ રંગની બનારસી સાડીમાં જોવા મળ્યાં હતાં અને સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રેખાની જેમ નાની બહેન રાધા પણ સુંદર દેખાઈ રહી છે. થોડાક દિવસ પહેલાં જ બંને બહેનો એક ઈવેન્ટમાં જોવા મળી હતી. બંને બહેનો રોયલ અંદાજમાં જોવા મળી હતી અને પાપારાઝીને પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન આ બંને બહેનોની કેમેસ્ટ્રી જોવા લાયક હતી.

જોકે હાલમાં જ રાધા એક વેડિંગ રિસેપ્શનમાં પોતાની બહેન રેખા સાથે જોવા મળી હતી. એક તરફ લાલ બનારસી સાડીમાં જોવા મળી રહી છે જ્યારે તેમની બહેન લીલી સાડીમાં જોવા મળી હતી. આ આઉટફીટમાં બંને બહેન ખુબ જ સુંદર જોવા મળી રહી હતી. આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન પોતાની બહેનનો હાથ પકડીને ચાલતી જોવા મળી હતી. આ બંને બહેનો અરમાન જૈન અને અનીષા મલહોત્રાના રીસેપ્શનમાં પહોંચી હતી.

રેખાની બહેન રાધા પણ અભિનેત્રી રહી ચૂકી છે. તેમણે સાઉથની ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેમને સફળતા મળી ન હતી અને લગ્ન બાદ તેમણે આ ઈન્ડસ્ટ્રીને છોડી દીધી હતી. તેમણે લાંબા રીલેશન બાદ મોડેલ ઉસ્માન સૈયદ સાથે લગ્ન કર્યાં હતા. ઉસ્માન લેખક અને ડિરેક્ટર એમએસ અબ્બાસના દીકરા છે. લગ્ન બાદ તે અમેરિકા ચાલી ગઈ હતી.