આશુતોષ ગોવારિકરે ટ્વીટર પર કિશોરી બલ્લાની અનેક તસવીર શેર કરતાં શ્રદ્ધાંજલિ આપી છે. કિશોલી બલ્લાને શ્રદ્ધાંજલિ આપતા તેમણે ટ્વિટર પર લખ્યું, “હૃદયવિદારક. કિશોરી બલ્લાલજીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખી છું. કોશોરી જી, તમે તમારા દયાળુ, ઉદાર અને મિલનસાર વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવશે. સ્વદેશમાં તમારી કાવેરી અમ્મીવાળી ભૂમિકા યાદ રહેશે. તમે યાદ આવશો.’ તમામ સોશિયલ મીડિયા યૂઝર્સ અને કોશીરી બલ્લાના ફેન્સ આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જણાવી દઈએ કે, કિશોરીએ કન્નડ ફિલ્મોમાં શાનદાર અભિનય પાથર્યો છે. તેમણે Kahi, કેરી ઑન મરાઠા, અય્યા, લફંગે પરિંદ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.