નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સમગ્ર દેશમાંથી મિશ્ર પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ દરમિયાન યુપીના મુઝફ્ફરનગરના ખતૌલી વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈનીએ એક સભામાં કાશ્મીરથી કલમ 370 હટાવવા મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને ધન્યવાદ આપવાની સાથે વિવાદિત નિવેદન આપ્યું હતું.



સોશિયલ મીડિયા પર વિક્રમ સૈનીના નિવેદનની નિંદા થઈ રહી છે. બીજેપી નેતાને એક્ટ્રેસ ઋચા ચઠ્ઠાએ પણ ક્લાસ લીધા છે. તેણે ટિવટર પર બીજેપી નેતાને લઈ લખ્યું, રેસિસ્ટ, સેક્સિસ્ટ, સેક્સના ભૂખ્યા ડાઈનાસોર હજુ પણ લુપ્ત થયા નથી પરંતુ ફૂલ્યા ફાલ્યા છે. આપણા મોટાભાગના નેતા એવા પુરુષો છે જેમને તમે ચા માટે ઘરે આમંત્રણ પણ ન આપી શકો.



વિક્રમ સૈનીએ કહ્યું હતું, ત્યાંની મહિલાઓ પર ખૂબ અત્યારચાર થતા હતા. ત્યાંની છોકરી જો ઉત્તર પ્રદેશના છોકરા સાથે લગ્ન કરી લે તો નાગરિકતા ખતમ. ભારતની નાગરિકતા અલગ અને કાશ્મીરની નાગરિકતા અલગ. એટલે એક દેશમાં બે બંધારણ કેવી રીતે હોઈ શકે. જે  મુસ્લિમ કાર્યકર્તા છે તેમણે પણ જશ્ન મનાવવો જોઈએ. લગ્ન કરો કાશ્મીરની ગોરી છોકરી સાથે, હિન્દુ-મુસ્લિમ કોઈ પણ હોય, સમગ્ર દેશ માટે ખુશીનો વિષય છે. ખતૌલી વિધાનસભાના કાર્યકર્તા ખૂબ ઉત્સુક છે. જે કુંવારા છે, તેમના લગ્ન ત્યાં કરાવી દો, કોઈ મુશ્કેલી નથી થાય.

વિક્રમ સૈનીના આ નિવેદનની સમગ્ર દેશમાં આલોચના થઈ રહી છે. નિવેદનને ઋચા ચઠ્ઠા ઉપરાંત સ્વરા ભાસ્કરે પણ શરમજનક ગણાવ્યું છે.

કાશ્મીરમાં કલમ 370 રદ કરવાનો માસ્ટર સ્ટ્રોક માર્યા બાદ અમિત શાહ આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે શેર કરી ટૉપલેસ તસવીર, બેબી બંપ દેખાડતી પડી નજરે

વેસ્ટ ઈન્ડિઝ સામે 19 રન બનાવતાં જ કોહલી પાકિસ્તાનના દિગ્ગજ બેટ્સમેનનો તોડી નાંખશે મોટો રેકોર્ડ, જાણો વિગત