મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેના લગ્નની વાતો પણ અનેકવાર સામે આવી છે. પરંતુ હવે ફરી એકવાર મળેલા મીડિયા રિપોર્ટ પ્રમામે, રિચા અને અલી જલદી જ લગ્ન કરવાના છે.
રિચાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં વાંચ્યુ હતું કે, મારા લગ્ન થવાના છે. ત્યાર બાદ એવા સમાચાર મને મળ્યાં હતા કે, મારા લગ્ન સાંજના ચાર વાગ્યે વેલેન્ટાઈન-ડેના દિવસે થવાના હતા જે રદ્દ કરવામાં આવ્યા છે. મને જ નથી ખબર કે મારા લગ્ન કેમ કેન્સલ થયા. કોઈએ તો સોશિયલ મીડિયા પર મારા લગ્નની કંકોતરી સુંદ્ધા છાપી હતી. લોકોને ક્રિએટિવીટી પણ ગજબની છે. કાર્ડના બ્રેકગ્રાઉન્ડમાં ગુલાબના ફુલ હતા.
હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણા ચોકક્કસ કરીશું. જોકે મીડિયા રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે.
આ અભિનેત્રી અલી ફઝલ સાથે જલદી કરશે લગ્ન? આ યુગલ ઘણાં સમયથી એકબીજાને કરે છે ડેટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2020 09:32 AM (IST)
હું અને અલી લગ્ન કરવાનો નિર્ણય લેશું ત્યારે તેની ઘોષણા ચોકક્કસ કરીશું. જોકે મીડિયા રિપોર્ટની માનીએ તો રિચા અને અલી જુન-જુલાઇમાં લગ્ન કરવામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -