મુંબઈઃ બોલીવુડની હોટ એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વખત પ્રૅગ્નન્ટ છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે બેબી બંપ દર્શાવતી નજરે પડે છે. તેના ચહેરા પર પ્રૅગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઇ આવી છે.

એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સમીરાએ તેની પ્રેગનન્સીનો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, હાં હું બીજી વખત પ્રેગનન્ટ છું. આ પ્લાન્ડ બેબી છે. જેના કારણે મેં અનેક પ્રોજેક્ટ કરવાની ના પાડી દીધી હતી. અક્ષય અને હું ઈચ્છતા હતા કે 2019માં અમારું બીજું બેબી આવે. મારી ડિલીવરી જુલાઈમાં થશે.

પ્રેગનન્સી દરમિયાન તે લેકમે ફેશન વીકમાં નજરે પડી હતી. જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાતો હતો. પ્રેગન્નસીમાં વજન વધવા પર સમીરા રેડ્ડી ટ્રોલ પણ થઈ હતી. ટ્રોલર્સને જવાબ આપતા સમીરાએ કહ્યું હતું કે, હું કરીના કપૂર નથી કે હોટ લાગુ.

સમીરાએ 21 જાન્યુઆરી, 2014ના રોજ બિઝનેસમેન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા. 25 મે, 2015ના રોજ સમીરાએ પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.