મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી બીજી વખત માતા બનવાની છે. હાલ તે ગોવામાં બેબીમૂન એન્જોય કરી રહી છે. પ્રેગનન્સી ગ્લો તેના ચહેર પર સ્પષ્ટ જોઈ શકાય છે.


આ દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ માટે બેબી બંપની તસવીર શેર કરી છે. તસવીરમાં સમીરાને બેબી બંબ દર્શાવતી જોઈ શકાય છે.


આ પહેલા પણ સમીરા અનેક વખત બેબી બંપની તસવીરો ફેન્સ સાથે શેર કરી ચુકી છે.


સમીરાએ બિઝનેસ મેન અક્ષય વરડે સાતે 21 જાન્યુઆરી, 2014માં લગ્ન કર્યા હતા. 25 મેં, 2015ના રોજ તેણે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.


સમીરાએ હિન્દી ફિલ્મોની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.