વડાપ્રધાન મોદીએ માલેના રિપબ્લિક સ્ક્વેયરમાં મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે બેઠક કરી હતી. દરમિયાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, મને ખુશી છે કે મારા બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસમાં માલદીવમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમારા દેશોએ થોડા દિવસો અગાઉ ઇદનો તહેવાર હર્ષ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.
મોદીએ કહ્યું કે, આજે મને માલદીવના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરાયો છે. તમે મને નહી પરંતુ આખા ભારતને એક નવું ગૌરવ આપ્યું છે. નિશાન ઇઝ્ઝુદ્દીનનું સન્માન મારા માટે હર્ષ અને ગર્વનો વિષય છે. આ બંન્ને દેશો વચ્ચેની મિત્રતા અને ઘનિષ્ઠ સંબંધોનું સન્માન છે. સુનામી હોય કે પીવાના પાણીની સમસ્યા ભારત હંમેશાથી માલદીવની સાથે ઉભું છે અને મદદ માટે હંમેશા આગળ આવે છે. ભારત અને માલદીવમાં ચૂંટણીનો જનાદેશ સ્પષ્ટ છે કે બંન્ને દેશોના લોકો સ્થિરતા અને વિકાસ ઇચ્છે છે.