વેકેશન પરથી પરત ફરતાં જ બદલાયો સારા અલી ખાનનો લુક, બિકિની છોડી પહેર્યો ભારતીય ડ્રેસ
abpasmita.in | 07 Jan 2020 08:18 PM (IST)
મુંબઈ પરત ફરતા જ સારા અલી ખાન બિલકુલ અલગ લુકમાં જોવા મળી. તે પારંપરિક ભારતીય ડ્રેસમાં જોવા મળી હતી. મુંબઈમાં ફિલ્મ મેકર આનંદ એલ રોયના ઓફિસની બહાર તે વ્હાઇટ કલરના સૂટ સલવારમાં નજરે પડી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન માલદીવ વેકેશન ખતમ કરીને મુંબઈ પરત ફરી ગઈ છે. તે હજુ પણ માલદીપ ટ્રિપ મિસ કરી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. મુંબઈ પરત ફરતા જ સારા અલી ખાન બિલકુલ અલગ લુકમાં જોવા મળી. તે પારંપરિક ભારતીય ડ્રેસમાં જોવા મળી હતી. મુંબઈમાં ફિલ્મ મેકર આનંદ એલ રોયના ઓફિસની બહાર તે વ્હાઇટ કલરના સૂટ સલવારમાં નજરે પડી હતી. સારાએ વેકેશન દરમિયાન માલદીવના સમુદ્ર કિનારેથી કેટલીક તસવીરો શેર કરી હતી, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. સારાએ બિકીની પહેરેલી તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યુ કે, "સમુદ્ર મેં નહા કે..." સારાની આ તસવીર પર સેલિબ્રિટીઝ પણ ખુબ કૉમેન્ટ કરી હતી. સારા અલી ખાન બહુ જલ્દી 'આજ કાલ'માં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન દેખાશે. ઉપરાંત તે કુલી નંબર વનની રિમેકમાં પણ મુખ્ય ભૂમિકામાં છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)