મુંબઈઃ હાલમાં જ બોલિવૂડની ટોપ એક્ટ્રેસે આદિત્ય પંચોલી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ આદિત્ય પંચોલીને જામીન મળી ગયા છે. અંગ્રેજી અખબાર મિડ ડેએ ફરિયાદ કરનાર એક્ટ્રેસનું નિવેદન મેળવ્યું છે જે તેણે પોલીસને આપ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, પંચોલીએ તેને ડ્રગ્સ આપીને દુષ્કર્મ કર્યું, સાથે જ તે સમયે બ્લેકમેલ કરી જ્યારે તે બોલિવૂડમાં બ્રેક માટે પ્રયત્ન કરી રહી હતી.



27 જૂને લખાવેલી FIRમાં ફરિયાદ એવી કરવામાં આવી છે કે, ‘2004માં હું મુંબઈ આવી અને સપનું હતું કે મોટી સ્ટાર બનીશ. તે જ વર્ષે પાર્ટીમાં એક વખત આદિત્ય પંચોળી મળ્યા. ત્યારે તે 38 વર્ષનાં હતા અને મારાથી 22 વર્ષ મોટા હતા. તેને મારા જેવડી એક છોકરી પણ હતી. હું છોકરીઓ સાથે હોસ્ટેલમાં રહેતી હતી. 2004માં હુ એની સાથે એક પાર્ટીમાં ગઈ ત્યાં એણે મને એક ડ્રિન્ક આપ્યું અને એ પીધા પછી મને શરીર ભારે ભારે લાગવા લાગ્યું. મને લાગે છે કે આ આદિત્યએ જ કંઈક ભેળવ્યું હશે.’



‘પાર્ટી પછી આદિત્યે મને ઘરે મુકી જવાની ઓફર કરી અને હું એની રોન્જ રેવર કારમાં બેસી ગઈ. ત્યારે હું માત્ર 17 વર્ષની હતી. કાર રસ્તા વચ્ચે ઉભી રાખી અને મારી સાથે જબર દસ્તી દુષ્કર્મ આચર્યું. આ દરમિયાન મારી ખરાબ ખરાબ તસવીરો પણ લઈ લીધી અને મને તો ખબર પણ નહોતી. જ્યારે ફરીથી મુલાકાત થઈ ત્યારે તેણે મને કહ્યું કે હવે આપણે પતી પત્નીનાં જેમ સંબંધમાં રહેશું. મે મનાઈ કરી તો એણે ફોટો બીજામે મોકલી આપવાની ધમકી આપી. એ સમયે હું ઘણી નાની હતી અને મુંબઈમાં કોઈને ઓળખતી પણ નહોતી. આ વાતનો આદિત્યએ ફાયદો ઉઠાવ્યો.’