મુંબઇઃ ધોધમાર વરસાદથી મહારાષ્ટ્રનું જનજીવન ઠપ થઇ ગયુ છે. એકાએક પડેલા ભારે વરસાદે આખા રાજ્યમાં કહેર મચાવી દીધો છે. અનેક જગ્યાઓએ વરસાદનું પાણી ઘૂસી ગયુ છે જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.


જોકે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે રત્નાગિરીમાં આવેલા ડેમ તુટી ગયો છે, જેના કારણ આજુબાજુના સાત ગામોમાં પુર આવ્યુ છે. આ દૂર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 23થી વધુ લોકો લાપતા થયાના પણ સમાચાર મળી રહ્યાં છે. હાલમાં બે મૃતકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.



ડેમ તુટતા પાણી આજુબાજુના ગામોમાં ઘૂસી ગયુ, 12થી વધુ ઘરો તણાઇ ગયા હતા. માહિતી મુજબ જિલ્લા તંત્રએ રાહત કાર્ય શરૂ કરી દીધુ છે. સ્થાનિક તંત્ર, પોલીસ અને વૉલેન્ટિયર્સની સાથે સાથે એનડીઆરએફની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે.