અમેરિકામાં કેન્સરની સારવાર કરાવી ભારત પરત ફરી રહી છે સોનાલી બેંદ્રે, જાણો વિગત
સોનાલી બેંદ્રેએ 4 જુલાઈના રોજ એક ટ્વિટર પોસ્ટ દ્વારા તેને હાઇ ગ્રેડનું મેટાલિસ્ટિક કેન્સર થયું હોવાની જાહેરાત કરી હતી.
અમેરિકામાં કેન્સરની સારવાર દરમિયાન સોનાલી બેંદ્રે પ્રિયંકા ચોપરાની પ્રી વેડિંગ પાર્ટીમાં પણ સામેલ થઈ હતી.
મુંબઈઃ બોલીવુડની જાણીતી એક્ટ્રેસ સોનાલી બેંદ્રેના ફેન્સ માટે સારા સમાચાર છે. છેલ્લા પાંચ મહિનાથી અમેરિકાના ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહેલી સોનાલી થોડા જ કલાકોમાં મુંબઈ પહોંચશે. એબીપી ન્યૂઝને મળેલી એક્સક્લુસિવ જાણકારી મુજબ સોનાલી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સોનાલી કેન્સર મુક્ત થઈ રહી છે પરંતુ સમયાંતરે વિવિધ ટેસ્ટ માટે અમેરિકા જવું પડી શકે છે. હાલ ડોક્ટરોએ તેને ઘરે જઈને આરામ કરવાની સલાહ આપી છે.
સોનાલીએ એક ટ્વિટ કરીને સારવાર બાદ ઘરે આવવાને લઈ ખુશી વ્યક્ત કરી છે. તેણે તેની પોસ્ટમાં પણ આ અંગે જાણકારી આપી છે. સોનલીએ કહ્યું છે કે કેન્સર સાથેની લડાઇ હજુ પૂરી નથી થઈ પરંતુ આ ઇન્ટરવલથી તે ઘણી ખુશ છે.