એક સમયની હોટ એક્ટ્રેસનો આ નવો અવતાર જોઈને લાગશે આઘાત, જાણો કોણ છે આ એક્ટ્રેસ ?
તનુશ્રીએ 2004માં ‘મિસ ઈન્ડિયા યુનિવર્સ કોન્ટેસ્ટ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે વિજેતા બની શકી નહોતી પરંતુ ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. તનુશ્રી છેલ્લે 2010માં આવેલી ફિલ્મ ‘અપાર્ટમેન્ટ’માં નજરે પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરપોર્ટ પર તનુશ્રીનો આ લુક તેના ફેન્સ માટે ઘણો હેરાન કરનારો હતો. મોટાભાગના લોકો એક્ટ્રેસને જોઈને ઓળખી શક્યા નહોતા તો કેટલાકને તેમની આંખો પર વિશ્વાસ નહોતો થયો. જોકે તનુશ્રીએ કેમેરો જોતાં જ ફેન્સને વેવ કર્યા હતા.
કરિયરની પ્રથમ ફિલ્મમાં તનુશ્રી સેક્સી દેખાતી હતી. પરંતુ હવેની તસવીર જોઈ લોકો કહી રહ્યા છે કે તેને શું થઈ ગયું છે. તનુશ્રીનો લુક પહેલા કરતાં ઘણો બદલાઈ ગયો છે અને વજન પણ ઘણું વધી ગયું છે. એરપોર્ટ પર તનુશ્રી વાદળી રંગના શર્ટ સાથે કાળા રંગના ટ્રાઉઝરમાં કેમેરામાં કેદ થઈ હતી.
મુંબઈઃ 13 વર્ષ પહેલા પોતાની પ્રથમ ફિલ્મમાં જબરદસ્ત બોલ્ડ સીન આપીને સનસનાટી મચાવનારી એક્ટ્રેસ તનુશ્રી દત્તા છેલ્લા થોડા સમયથી બોલિવૂડથી દૂર છે. આશરે 2 વર્ષ બાદ ભારત પરત ફરેલી તનુશ્રીની એરપોર્ટ પરની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેને જોઈ તમે બિલકુલ તેને ઓળખી શકશો નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -