ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેનેડિયન સિંગર જસ્ટિન બીબરની સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બીબર અને ઉર્વશી ઉપરાંત અન્ય એક છોકરી પણ નજરે પડી રહી છે. આજે ઉર્વશીનો જન્મદિવસ છે અને તેને આ રીતે બર્થ ડે ગિફ્ટ પણ મળી ગઈ છે. શેર કરેલી તસવીરના કેપ્શનમાં ઉર્વશીએ લખ્યું છે કે, આ મારી સૌથી શ્રેષ્ઠ બર્થડે ગિફ્ટ છે. હું ખૂબ ખુશ છું. મને ખુશીના માર્યા ચક્કર આવી રહ્યા છે.
ઉર્વશી ટૂંક સમયમાં જોન અબ્રાહમની સાથે ફિલ્મ પાગલપંતીમાં નજરે આવશે. તાજેતરમાં જ ઉર્વશીએ જોન સાથે કેટલીક તસવીરો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. આ ફિલ્મમાં બંને ઉપરાંત ઇલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા અને સૌરભ શુક્લા જેવા કલાકાર નજરે પડશે.