બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરનું ઘરે લક્ષ્મીનું આગમન થતાં બંને ખૂબ જ પ્રસન્ન છે. સોશિયલ મીડિયા પર બંનેએ ગર્લ બેબીની પહેલી ઝલક ફેન્સ માટે શેર કરી હતી.
બિપાસાએ 12મી નવેમ્બરે બાળકીને જન્મ આપ્યો. બંનેને એક સુંદર દીકરીના પેરેન્ટસ બની ગયા છે. બિપાશા અને કરણે તેમની દીકરીનું નામ પહેલા જ જાહેર કર્યું હતું, પરંતુ હવે આ સ્ટાર્સે તેમની દીકરીની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર બતાવી છે. આ ફોટો બિપાશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં, આ બંને સ્ટાર્સ તેમની પુત્રીને તેમના હાથમાં લઇને લાડ કરતા જોવા મળી રહ્યાં છે.
પ્રથમ ઝલક
આ ફોટો બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટામાં બિપાશા અને કરણ રૂમની બારી પાસે ઉભા છે અને કરણ દીકરીને ખોળામાં લઇને ઉભો છે. , બિપાશા અને કરણ તસવીરમાં તેમની પુત્રી પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યાં છે.
બાળકનું આ નામ રાખ્યું
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમની પુત્રીનું નામ જાહેર કર્યું હતું. આ સ્ટાર કપલે પોતાની દીકરીનું નામ દેવી બાસુ સિંહ ગ્રોવર રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના 6 વર્ષ પછી, બંને 12 નવેમ્બર, 2022 ના રોજ બાળકીના માતાપિતા બન્યા. બિપાશા પહેલા લક્ષ્મીજીનું આગમન દેબીના બેનર્જી અને આલિયા ભટ્ટના ઘરે પણ થયું છે.
Bhediya Release: ‘ભેડિયા’ને પહેલા જ દિવસે ગુડ રિસ્પૉન્સ, ફિલ્મ વિશે શું કહી રહ્યાં છે દર્શકો, જાણો
Friday Movies Release: બૉલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનનની મચ અવેટેડ હૉરર-કૉમેડી ફિલ્મ 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ 'ભેડિયા' ફિલ્મની સીધી ટક્કર અજય દેગવન સ્ટારર ‘દ્રશ્યમ 2’ સાથે થવાની છે. હાલમાં અજય દેવગન સ્ટારર દ્રશ્યમ 2 બૉક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે, અને પ્રથમ વીકેન્ડમાં જ 100 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે. જોકે આ બધાની વચ્ચે 'ભેડિયા'થી પણ ઘણી આશાઓ છે.
'ભેડિયા'ને મળ્યો પૉઝિટીવ રિસ્પૉન્સ -
વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર 'ભેડિયા' આજે સિનેમાઘરોમાં આવી ગઇ છે, અને દર્શકોને આજે પૉઝિટીવ રિસ્પૉન્સ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ આ ફિલ્મની પ્રસંશા કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું- ભેડિયા 56 ભોગની દાવત જેવી છે, જે તમને દરેક સંભવ સ્વાદ આપે છે, અને લાસ્ટમાં તમે તમે આગળના ભાગ માટે તરસશો. આ ઉપારંત બીજા એક યૂઝરે લખ્યું- ફિલ્મ ખુબ સારી છે. દર્શકો આ ફિલ્મ માટે સારી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
Bhediya First Review: વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ -
તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મનું ટ્રેલર પણ ઓડિયન્સને ખુબ પસંદ આવ્યુ છે. હવે આ ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. જાણો ફિલ્મને લઇને શું કહેવામાં આવી રહ્યું છે.
‘ભેડિયા’નો ફર્સ્ટ રિવ્યૂ આવ્યો સામે -
બૉક્સ ઓફિસ પર આજકાલ અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ છવાઇ ગઇ છે. ફિલ્મની ઓડિયન્સ અને ક્રિટિક્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. રિલીઝના 6 દિવસ થઇ ગયા છે અને કમાણીના મામલામાં 100 કરોડની નજીક પહોંચી ચૂકી છે. જોકે આ બધાની વચ્ચે હવે ‘ભેડિયા’ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ સામે આવ્યો છે. વરુણ ધવનની ‘ભેડિયા’ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ‘ભેડિયા’ પણ બૉક્સ ઓફિસ પર દ્રશ્યમ 2ની જેમ ધમાલ મચાવવા તૈયાર છે. હવે આ બધાની વચ્ચે ઓવરસીઝ સેન્સર બોર્ડ મેમ્બર ઉમેર સંધૂએ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યૂ આપ્યો છે. તેમને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ફિલ્મને 5 માંથી 3.5 રેટિંગ આપ્યા છે.
ઉમેર સંધૂએ ફિલ્મને આપ્યા 3.5 સ્ટાર -
ઉમેર સંધૂએ ફિલ્મ વિશે લખ્યું છે- ‘ભેડિયા’ હ્યૂમર અને હૉરરનું યૂનિક મિક્ચર છે, જે તમને પુરેપુરી રીતે પ્રભાવિત કરે છે. બૉક્સ ઓફિસ પર આ એન્ટરટેન્ટની પાસે ચોક્કસ રીતે દર્શકોને લોભાવશે. અંતમાં એક રૉલ કૉસ્ટર એક્સપીરિયન્સ આપવાનો મોકો છે. ઇમ્પ્રેસિવ, 5માંથી 3.5 સ્ટાર, વળી, ફિલ્મના ફર્સ્ટ રિવ્યૂ બાદ ઓડિયન્સમાં ભેડિયા ફિલ્મને લઇને ક્રેઝ વધી ગયો છે.
શું છે ભેડિયાની કહાણી -
ભેડિયાની કહાણી અરુણાચલ પ્રદેશના જંગલોથી શરૂ થાય છે. આમાં વરુણ ધવને ભાસ્કરનો રૉલ નિભાવ્યોછે. જેને એક રાત્રે ભેડિયા કરડી જાય છે. આ પછી ભાસ્કરમાં ભેડિયાની આત્મા આવી જાય છે. તે હંમેશા રાત્રે ભેડિયા બની જાય છે. દુરથી કોઇની પણ હરકતને સાંભળવા લાગે છે, અને તેની અંદર કેટલાય માણસોની તાકાત આવી જાય છે. હવે ભાસ્કર ઠીક થઇ જાય છે કે નહીં એ તો ફિલ્મ જોઇને જ જાણી શકાશે.