મુંબઈ: બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા તેના અફેર અને બોલ્ડ ફોટોગ્રાફના કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. જોકે આ વખતે મલાઈકાએ કંઈક એવા કપડાં પહેર્યા હતા કે ચાહકો તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે પરંતુ આ વખતે તેની ફેશન જોઈને ચાહકો લાલ-પીળા થઈ રહ્યા છે.
મલાઈકા અરોરા હમણાં ગર્લ-ગેંગ સાથે ‘બેચલર ટ્રીપ’ કરવા માલદિવ્સ પહોંચી હતી. તે દરમિયાન પણ મલાઈકાએ ચાહકોને પરસેવો છૂટી જાય તેવી હોટ તસવીરો શેર કરી હતી.
મલાઈકાએ એકવાર પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તો દરિયામાં તરવા કે ડૂબકી લગાવવા માટે તમે નક્કી કરો એવા કપડાં પહેરવાના? જો લોકોને લાગતું હોય કે મારે બીજુ કંઈક પહેરવું જોઈએ તો તેઓ મને જણાવે.
તેણે ટ્રોલરને જડબાતોડ જવાબ આપીને લખ્યું હતું કે, હું આ પ્રકારની વાતોમાં પડતી નથી કારણ કે આ મારી ગરીમાથી નીચું છે. તેણે ટ્રોલર્સને કહ્યું હતું કે, બીજાના વિશે જાણતા ના હોવ તો ખોટી ડંફાસો ના મારવી જોઈએ. આ સાથે મલાઈકાએ એવી પણ સલાહ આપી દીધી કે, તમારે જીવનમાં તમારે કંઈક સારું કરવાની જરૂર છે.
બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પર ચાહકો કેમ અચાનક ભડક્યા? જાણો કારણ
abpasmita.in
Updated at:
27 Sep 2019 12:17 PM (IST)
મલાઈકાએ કંઈક એવા કપડાં પહેર્યા હતા કે ચાહકો તેના પર ભડકી ગયા છે. મલાઈકા તેની ફેશનના કારણે અને બોલ્ડ ફોટોગ્રાફ્સના લીધે આકર્ષણ ઉભું કરે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -