મહાનાયક અમિતાભ બચ્ચને ઇસરોના પ્રયાસોની પ્રસંશા કરતા એક કવિતા ટ્વીટ કરી છે.
બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ઇસરોની પ્રસંશા કરતા કહ્યું કે, આજ સમગ્ર દુનિયા ભારત સાથે છે. તેમણે લખ્યું, ગિરતે હૈ શહસવાર હી મૈદાન-એ-જંગ મેં, વો તિફ્લ ક્યા ગિરે જો ઘૂટનો કે બલ ચલે ! ખૂબ સરસ ઇસરો, અમને તમારા પર ગર્વ છે. ”
એક્ટર રિતેશ દેશમુખે પણ ટ્વિટ કરીને કહ્યું કે, આજે જે પ્રાપ્ત કર્યું છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી. રિતેશે લખ્યું, “ હમ હોંગે કામયાબ ! ભવિષ્ય એ લોકોનું છે જે પોતાના સપનાની સુંદરતામાં વિશ્વાસ રાખે છે ! ઇસરોની ટીમ પર અવિશ્વસનીય રીતે ગર્વ છે. આજે જે પણ મેળવ્યું છે તે કોઈ નાની ઉપલબ્ધિ નથી.”
ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ ટ્વીટ કરી કહ્યું કે, “મને આશા છે કે કોમ્યૂનિકેશનને ફરી રિસ્ટોર કરશે. આશા રાખું છું કે તેઓ આગળ વધુ સારું કરશે. વેલ ડન ઇસરો.”
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવાર-શનિવારની રાત્રે 1.53 વાગ્યે ચંદ્ર પર ઉતરવાનું હતું. લગભગ 1.38 મિનટે લેન્ડરને ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરુ થઈ. પરંતુ ચંદ્રની સપાટી તરફ આવતી વખતે 2.1 કિલોમીટરની ઉંચાઈ પર જમીની સ્ટેશન સાથે તેનો સંપર્ક તૂટી ગયો. ‘વિક્રમ’એ ‘રફ બ્રેકિંગ’ અને ‘ફાઈન બ્રેકિંગ’ ફેઝને સફળતા પૂર્વક પૂરું કરી લીધું, પરંતુ સૉફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક પૃથ્વી પરના સ્ટેશનથી તૂટી ગયો. તેની સાથે જ વૈજ્ઞાનિકો સાથે સાથે દેશોના લોકોના ચેહરા પર નિરાશા છવાઈ ગઈ.
વિશેષજ્ઞોએ જણાવ્યું કે હજુ પણ મિશન અસફળ કહી શકાય નહીં. લેન્ડર સાથે ફરી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે લેન્ડર નિષ્ફ જશે તો પણ ચંદ્રયાન-2 નું ઑર્બિટર એકદમ સામાન્ય છે અને તે ચંદ્રની સતત પરિક્રમા કરી રહ્યું છે.