રાજકોટ: જાણીતા બિલ્ડર કમલેશ રામાણી દારૂ પીને યુવતી સાથે ફ્લેટમાં મજા માણતા હતા ને પોલીસ આવી ગઈ પછી શું થયું? જાણો વિગત

કમલેશ રામાણી મહેફીલ માણી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી. તેમની સાથે એક યુવતી પણ મળી આવી હતી.

Continues below advertisement
રાજકોટનો વિવાદિત બિલ્ડર કમલેશ રામાણીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. કમલેશ નશો કરેલી હાલતમાં ઝડપાયો છે. તેમની સાથે એક યુવતી પણ મળી આવી હતી. આરોપી કમલેશ રામાણીને કાલાવડ રોડ પર આવેલ તુલીપ ફ્લેટમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, કમલેશ રામાણી મહેફીલ માણી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, કમલેશ રામાણી થોડાં સમય પહેલાં જ યુનિવર્સિટી રોડ પર પેટ્રોલ પંપ પર ફાયરિંગના વિવાદમાં સપડાયો હતો.
કમલેશ રામાણી એવું રટણ કરતો હતો કે, એમની પાસે દારૂની પરમિટ હોવા છતાં તેમને ખોટી રીતે ઝડપ્યો છે. બીજી તરફ ઝડપાયેલી યુવતી પણ એવું રટણ કરતી હતી કે, તે મોરબીની છે અને તે મકાન જોવા આવી હતી ત્યારે તેમને પોલીસે ઝડપી પાડી હતી. જોકે આ મામલે પોલીસે કહ્યું હતું કે, તપાસમાં વધુ માહિતી મળશે.
Continues below advertisement
Sponsored Links by Taboola