આ બોલીવુડ અભિનેત્રીએ ખાનગી રીતે ઉદયપુરમાં કર્યા લગ્ન, તસવીરો થઈ વાયરલ
અભિનેત્રી શ્રિયા સરને બોલીવુડની સાથે તેલૂગૂ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે. તેણે ફિલ્મ જિલા ગાજિયાબાદમાં સંય દત્ત સાથે પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે બંનેએ જયપુરમાં લગ્ન કર્યા અને હંમેશ માટે એકબીજાના થઈ ગયા છે. આંદ્રે કોસચીવ અને શ્રિયા સરન ખૂબ જ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. શ્રિયા સરને પોતાના અફેરની વાત ક્યારેય જાહેરમાં નથી કરી. તેને માત્ર અફવા ગણાવી હતી. પરંતુ શ્રિયાએ અચાનક લગ્ન કરીને ફેન્સને ચોંકાવી દિધા હતા.
ઉદયપુર: ફિલ્મ 'દ્રશ્યમ'માં અજય દેવગન સાથે જોવા મળેલી અભિનેત્રી શ્રિયા સરને રશિયન બ્રોયફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ધણા દિવસોથી આ વાત ફેલાઈ હતી જેને વારંવાર શ્રિયા સરને અફવા ગણાવી હતી. ત્યારબાદ 19 માર્ચે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નની તસવીરોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.
અજય દેવગન સાથેની ફિલ્મ દ્રશ્યમમાં કામ કર્યા બાદ શ્રિયા સરન જાણીતા થઈ હતી અને તેને કામ પણ મળવાનું શરૂ થયું હતું. શ્રિયાના લગ્ન ઉદયપુરના પેલેસમાં ખાનગી રીતે કરવામાં આવ્યા હતા જ્યાં બોલીવુડ સેલિબ્રિટીમાં ફ્ક્ત મનોજ વાજપાઈ અને શબાના આઝમી હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -