પોપ સ્ટાર રિહાના ટ્વિટ પર બોલિવૂડ સેલેબ્સે શું આપ્યું રિએક્શન, જાણો કોણે શું કહ્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2021 05:40 PM (IST)
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે અમેરિકાની પોપ સ્ટાર રિહાનાએ ટ્વિટ કર્યું હતુ.રિહાના આ ટવિટ પર બોલિવૂડ સેલેબ્સે પણ રિટવિટ કર્યું છે. જાણીએ કોણ શું કહ્યું?
બોલિવૂડ:ખેડૂત આંદોલનના સમર્થનમાં અમેરિકાની પોપ સ્ટાર રિહાનાએ ટવિટ કર્યું હતું. બોલિવૂડ સેલેબ્સે રિહાનાનો આભાર વ્યક્ત કરતા ટવિટ કર્યું હતું કોણ શું કહ્યું જાણીએ ખેડૂત આંદોલનને સમર્થન કરતા અમેરિકી પોપ સ્ટાર રિહાના અને બ્રિટિશ સોશિયલ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ન પણ ટ્વીટ કરી ચૂકી છે. રિહાનાએ ટવિટ કરતા લખ્યું કે “આપણે લોકો આ વિશે કેમ વાત નથી કરી રહ્યાં. આ સાથે તેમણે હેશટેગ સાથે ફાર્મર પ્રોટેસ્ટ લખ્યું હતું. રિહાના આ ટવિટને સ્વરા ભાસ્કરથી માંડીને અલી ફઝલ સુધી કેટલાક સેલેબ્સે ટવિટ કર્યું છે. રિહાના ટિવિટને રીટવિટ કરતા સ્વરા ભાસ્કરે હાથ જોડતું ઇમોજી મૂકીને રીટવિટ કર્યું હતું. એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાએ રિહાના અને સોશિયલ એક્ટિવિસ્ટ થનબર્ગના ટવિટને રીટવિટ કરતા તેમનો સમર્થન માટે આભાર વ્યક્ત કરતા ધન્યવાદનું ઇમોજી પોસ્ટ કર્યું હતું. ઉપરાંત અલી ફઝલૃ અને તાપસી પન્નુએ પણ આજ રીતે તેમના સમર્થનનો આભાર માન્યો છે.