અમદાવાદઃ ગુજરાતની 6 મનપાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પોતાના પુત્ર માટે ટિકિટની માંગણી કરનાર કોંગ્રેસના ધારાસભ્યનો કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ધારાસભ્ય લાખા ભરવાડનો કેટલાક કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. લાખા ભરવાડ પુત્ર મોહમાં કોંગ્રેસને નુકશાન કરતા હોવાનો આક્ષેપ પણ લગાવાયો છે. લાખા ભરવાડે પોતાના પુત્ર માટે મનપાની ટીકીટ માંગી છે. અમદાવાદના લાંભા વોર્ડમાંથી ટીકીટ માંગી છે. લાંભા વોર્ડમા બેનર સાથે વિરોધ કરાયો છે.