કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મ સાથે 2019 ફિલ્મરસિકો માટે શ્રેષ્ઠ રહ્યું હતું. હાલમાં કોરોના વાઇરસને કારણે મલ્ટિપ્લેક્સ બંધ છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો છે. પરંતુ ઓટીટી જેવા બીજા માધ્યમોમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે. 2020માં ઘણી ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. આ વર્ષે  નવા સ્ટાર સાથે નવી જોડીઓ આવી રહી છે. લવ આજ કાલમાં  સારા અલી ખાન અને કાર્તિક આયર્નથી લઇને શુભ મંગલમ જ્યાદા સાવધાન જેવી ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને જિતેન્દ્ર કુમાર જેવી નવી જોડીઓ આવી રહી છે.  રૂપેરી પડદે ચાલુ વર્ષે ઘણી નવી જોડીઓ ધમાલ મચાવવા માટે સજ્જ છે. ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે ધડક પછી ઇશાન ખટ્ટરને ઘણી ફિલ્મો મળી છે. કાલી પીલી તેનો આગામી પ્રોજેક્ટ્સ છે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે સાથે જોડી બનાવી રહ્યો છે. અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 મારફત ફિલ્મ ઉદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. અલી અબ્બાસ ઝફરની નવી ફિલ્મમાં આ જોડી પ્રથમ વખત દેખાઈ રહી છે. આ ફિલ્મ રોમેન્ટિક છે અને જોડી ઘણી મુશ્કેલીઓ બાદ એક સાથે છે.
અક્ષયકુમાર અને માનુષી ચિલ્લર મિસ વર્લ્ડનો ખિતાબ ધરાવતી માનુસી ચિલ્લર પૃથ્વીરાજ નામની પિરિયડ ફિલ્મ સાથે બોલિવૂડમાં પદાર્પદણ કરવા માટે સજ્જ છે. માનુષી ચિલ્લરને કારણે ફિલ્મની ફિલ્મરસિકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં માનુષી ચિલ્લર સંગોયિગાની ભમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણના રોલમાં અક્ષય કુમાર છે અને ફિલ્મમાં દિવાળી પર રિલીઝ થવાની શક્યતા છે.
આયુષ્યમાન ખુરાના અને જિતેન્દ્ર કુમાર આર્ટિકલ 15 અને ડ્રીમ ગર્લ જેવી ફિલ્મ બાદ આયુષ્યમાન ખુરાના હોમાસેક્યુઆલિટી અંગે શુભ મંગલ જ્યાદા સાવધન નામની ફિલ્મમાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં તે જિતેન્દ્ર કુમાર સાથે બોલિવૂડની અનોખી જોડી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના જિતેન્દ્ર કુમારા સાથે રોમાંસ કરશે.
અજય દેવગણ અને પ્રિયામણી રાજ દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી પ્રિયામણી રાજ મેદાન નામની ફિલ્મમાં અજય દેવગણ સાથે આવી રહી છે. આ બાયોપિક ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થાય તેવી શક્યતા છે.
રણવીર સિંહ અને શાલિની પાંડે બોલિવૂડના હાલના સૌથી વધુ લોકપ્રિય અભિનેતામાં રણવિર સિંહનો સમાવેશ થાય છે. રણવિર સિંહ જયેશભાઈ જોરદાર ફિલ્મમાં શાલિની પાંડે સાથે જોડી બનાવી રહ્યો છે. શાલિની પાંડએ અગાઉ અર્જુન રેડ્ડી સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. શાલિની પાંડે જબલપુરની થીએટર આર્ટિસ્ટ છે. આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાના અને બોમન ઇરાની મહત્ત્વની ભૂમિકામા છે.
રણબિર કપૂર - આલિયા ભટ્ટ રણબિર કપૂર અને આલિયા ભટ્ટ બંને બોલીવૂડના આજના સફળ કલાકારો છે અને વાસ્તવિક જીવનમાં પણ તેમની પ્રેમકહાનીની ઘણી ચર્ટા થાય છે. તેમની કેમિસ્ટ્રી પણ જામે છે.  ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહેલી બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મમાં પણ આ જોડી છે. અયાન મુખરજીની બ્રહ્માસ્ત્રમાં પ્રથમ વખત આ જોડી એકસાથે આવી રહી છે. આ સુપરહિરો ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ