સોમવારે થયેલી સુનાવણી દરમિયાન UPSC એ 4 ઓક્ટોબર યોજાનારી પ્રિલિમ્સ પરીક્ષા નહી ટાળવાની અપીલ કરી હતી. UPSC પરીક્ષાનું ભરી ચૂકેલા 20 ઉમેદવારોએ વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ ખૂબજ ગંભીર છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે મુશ્કેલી સર્જાઈ છે. એવામાં પરીક્ષા કેટલાક મહિના માટે ટાળવી જોઈએ.
અરજીકર્તાઓનું કહેવું હતું કે, દેશભરમાં 72 પરીક્ષા કેન્દ્રોમાં લગભગ 6 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એવામાં તેમના સ્વાસ્થ્ય પર કોરોનાનો ગંભીર ખતરો થઈ શકે છે.