મુંબઈ મિરર સાથે વાત કરતા શિલ્પાએ કહ્યં કે, મારી અને રાજ કુંદ્રાના લગ્ન વર્ષ 2009માં થયા હતા અને 2012માં અમારા જીવનમાં દીકરા વિયાનનું આગમન થયું. અમે લોકો વિયાનના આવ્યા બાદ ઘણાં જ ખુશ હતા અને ત્યાર બાદથી પ્લાનિંગ કરી રાખ્યું હતું કે આગળ શું કરવું છે. અહેવાલ અનુસાર શિલ્પા 5 વર્ષ સુધી બીજા બાળક માટે પ્રયત્ન કરતી રહી હતી.
શિલ્પાએ દીકરીના નામ વિશે જણાવ્યુ કે, તેણે હંમેશાથી એક દીકરી જોઇતી હતી, જ્યારે તે 21 વર્ષની હતી ત્યારથી દીકરીનું નામ સમીશા વિચારી લીધું છે. જ્યારે મેં નિકમ્મા સાઇન કરી અને હંગામા કરવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર પડી કે, હું અને રાજ ફરી વખત માતા-પિતા બનવાનાં છીએ. તો મેં અને રાજએ ફેબ્રુઆરી માટે અમારો વર્ક શેડ્યૂલ પૂરો કરી દીધો.”
શિલ્પા શેટ્ટીએ દીકરીની નામનો અર્થ જણાવતા કહ્યું કે, ‘સમીશામાં સનો સંસ્કૃતિમાં અર્થ થાય છે હોવુ. મિશાનો રશિયન ભાષામાં અર્થ થાય છે ઇશ્વર જેવું. તું અમારા ઘરમાં લક્ષ્મી બનીને આવી છે. અમારો પરિવાર પૂરો થયો.’