નવી દિલ્હીઃ અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પની દિલ્હી સ્કૂલની ઇવેન્ટમા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને ન બોલાવવા પર રાજનીતિ શરૂ થઇ ગઇ હતી. કેન્દ્ર સરકારે તેમાં પોતાની ભૂમિકાને ઇનકાર કરતા કહ્યું હતું કે આ નિર્ણય તેમનો નથી. ત્યારે હવે અમેરિકન દૂતાવાસે આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે. દૂતાવાસે કહ્યુ કે, આ એક રાજકીય ઇવેન્ટ નથી જેને કારણે ધ્યાન શિક્ષણ પર હોવું જોઇએ.
દૂતાવાસે ટ્વિટ કર્યું હતું કે, અમેરિકન દૂતાવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીથી કોઇ વિરોધ નથી. અમે તેમની હાજરીનું સન્માન કરીએ છીએ કે આ એક રાજકીય ઇવેન્ટ નથી અને એટલા માટે ધ્યાન શિક્ષણ, સ્કૂલ અને વિદ્યાર્થીઓ પર રહે.
બીજી તરફ ઇવેન્ટમાં ના બોલાવવા પર દિલ્હી સરકાર નારાજ હતી. હવે દૂતાવાસના નિવેદન બાદ સિસોદિયાએ કહ્યુ કે, આ દિલ્હી સરકાર, દિલ્હીની સરકારી શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે ગર્વની વાત છે કે અમેરિકાની ફર્સ્ટ લેડી દિલ્હીની સ્કૂલનો પ્રવાસ કરી રહી છે. અમેરિકન દૂતાવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીને લઇને કેટલીક ચિંતાઓ જાહેર કરી હતી. અમે તેમનું સન્માન કરીએ છીએ.
મેલેનિયાની સ્કૂલ ઇવેન્ટમાં કેજરીવાલને ન બોલાવવા પર US દૂતાવાસે કહ્યુ- આ રાજકીય ઇવેન્ટ નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2020 10:32 PM (IST)
અમેરિકન દૂતાવાસે આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે. દૂતાવાસે કહ્યુ કે, આ એક રાજકીય ઇવેન્ટ નથી જેને કારણે ધ્યાન શિક્ષણ પર હોવું જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -