Birthday: ન્યૂડ સીન લીક થતા ચર્ચામાં હતી રાધિકા, આજે છે બોલીવૂડની સફળ અભિનેત્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Sep 2019 04:43 PM (IST)
રાધિકાએ હિન્દી, તમિલ, બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. 2016માં આવેલી ફિલ્મ 'પાર્શ્ડ' માં પણ રાધિકાએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાની એક્ટિંગના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી બની છે. રાધિકા ફિલ્મોમાં ન્યૂડ સીનના કારણે પણ ઘણી વખત વિવાદમાં આવી ચૂકી છે. આજે રાધિકા આપ્ટે બોલિવૂડની સફળ અભિનેત્રી છે. રાધિકા આજે પોતાના 34મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. રાધિકા આપ્ટે પોતાના ન્યૂડ સીન લીક થવાના કારણે ખૂબ ચર્ચામાં આવી હતી. અનુરાગ કશ્યપની શોર્ટ ફિલ્મમાં રાધિકાએ ઘણા ન્યૂડ સીન આપ્યા હતા જે સોશિયલ મીડિયમાં લીક થયા હતા. રાધિકાએ હિન્દી, તમિલ, બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. 2016માં આવેલી ફિલ્મ 'પાર્શ્ડ' માં પણ રાધિકાએ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. 1985 માં તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલી રાધિકાએ ગણિતમાં અભ્યાસ કર્યો છે, પરંતુ હંમેશા અભિનયનો શોખ છે. 8 વર્ષ સુધી કથક પણ શીખ્યા. છેલ્લાં દસ વર્ષથી સિનેમાની દુનિયામાં સક્રિય છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)