મુંબઈ: બોલિવૂડની હોટ અભિનેત્રી મલાઈકા અરોરાએ આ વર્ષે તેનો બર્થ-ડે મુંબઈમાં જ સેલિબ્રેટ કર્યો હતો. જેમાં બોલિવૂડના ઘણાં મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટીમાં સેલેબ્સ ખુબ જ મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. જોકે મલાઈક અરોરા બહુ જ હોટ જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ પાર્ટીમાં અક્ષય કુમાર, ટ્વિંગલ ખન્ના, ગૌરી ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, સોફી ચૌધરી, પુનીત મલ્હોત્રા, અમૃતા અરોરા, રાજકુમાર રાવ અને તેની ગર્લફ્રેન્ડ પત્રલેખા, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા જેવી અનેક હસ્તીઓએ હાજર રહી હતી.

મલાઈકા અરોરાની બર્થ-ડે પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બર્થ-ડેના દિવસે મલાઈકાએ કસ્ટમ મેડ મીની ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ જોવા મળી રહી હતી.

મલાઈકાની બર્થ-ડે પાર્ટીમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન નંદા, જ્હાન્વી કપૂર અને અર્જૂન કપૂર પણ જોવા મળ્યાં હતાં. મલાઈકાએ તેના બર્થ-ડે લૂકની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જે તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.