ધીરજ દેશમુખને 1,33, 161 વોટ મળ્યા હતા. તેણે બધા હરીફોને પાછળ રાખી દીધા હતા. તેનો મુખ્ય મુકાબલો શિવસેનાના સચિન ઉર્ફે રવિ રામરાજે દેશમુખ સામે હતો. શિવસેનાના ઉમેદવારને ફક્ત 13335 વોટ મળ્યા હતા અને ડિપોઝીટ જપ્ત થઈ હતી. બીજા નંબરે નોટા( NOTA)રહ્યો હતો. કુલ 27 હજાર 287 લોકોએ નોટા સામે બટન દબાવ્યું હતું.
આ કદાચ પ્રથમ ઘટના હશે કે જ્યારે એક ઉમેદવારને નોટાએ હરાવ્યો છે અને નોટા બીજા નંબરે રહ્યો છે. આ સીટ પર વંચિત બહુજન અગાડી પાર્ટીના ઉમેદવારને 12755 વોટ મળ્યા હતા અને તે ચોથા નંબરે રહ્યા હતા.
ધીરજ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર અને અભિનેતા રિતેશ દેશમુખના ભાઈ છે. કૉંગ્રેસે આ વખતે ધીરજને લાતૂર ગ્રામીણથી પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો.