અક્ષય કુમાર, કરન જોહર, રાકેશ રોશને PM મોદી સાથે મુલાકાત કરી મુલાકાત, જાણો વિગત
તેમણે મોદીને ભારતમાં મીડિયા તથા મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં વિકાસના સંભાવનાની રૂપરેખા પ્રસ્તુત કરી અને કહ્યું કે, આ ક્ષેત્ર નજીકના જ ભવિષ્યમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રવાળો દેશ બનાવવાના વડાપ્રધાનના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. મુલાકાત બાદ અક્ષય કુમાર અને કરન જોહરે ટ્વિટર પર તસવીર શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.
મુંબઈઃ ભારતીય ફિલ્મ તથા મનોરંજન જગતના એક પ્રતિનિધિમંડળે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમણે મનોરંજ ઈન્ડસ્ટ્રી માટે જીએસટીના દર એક સમાન રાખવાની માંગ કરી હતી. અભિનેતા અક્ષય કુમાર, અજય દેવગન, ફિલ્મ નિર્માતા કરણ જોહર, રાકેશ રોશન, સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોશી અને પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ સિદ્ધાર્થ રોય કપૂર મોદીને મળેલા પ્રતિનિધિમંડળનો હિસ્સો હતો.
મોદીએ કહ્યું કે ,ભારતીય મનોરંજન ઈન્ડસ્ટ્રી વિશ્વભરમાં લોકપ્રિય છે. આ ઈન્ડસ્ટ્રી વિશ્વમાં ભારતની વધતા પ્રતિષ્ઠાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. કેન્દ્ર સરકાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગની સાથે છે તથા તેમના સૂચનો પર સકારાત્મક રીતે વિચાર કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ પહેલા પણ પ્રતિનિધિમંડળે ઓક્ટોબરમાં મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી.