IPLની હરાજીમાં 8.4 કરોડમાં વેચાયેલો વરૂણ ચક્રવર્તી કોણ છે? 42 ગણી વધુ કિંમતમાં આ ટીમે ખરીદ્યો
વરૂણ 4 અલગ-અલગ પ્રકારે સ્પિન કરી શકે છે તેથી જ આ હરાજીમાં તેના માટે બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી. તેણે તમિલનાડું પ્રીમિયર લીગમાં 4.7ની એવરેજથી 9 વિકેટ લઈને મદુરાઈ પેન્થરને એકલા હાથે ટાઈટલ જીતાડ્યુ હતું. વરૂણે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં સેકેંડ હાઈએસ્ટ વિકેટ લીધી હતી. તે ઉપરાંત રણજી ટ્રોફીમાં પણ પોતાનું ડેબ્યુ કર્યું હતું.
બાદમાં ફરીતે ક્રિકેટ તરફ વળ્યો. તે પહેલા ફાસ્ટ બોલર હતો પરંતુ તેને ઘૂંટણમાં ઈચા થતા થોડા સમય માટે તેને બ્રેક લેવો પડ્યો હતો. જેને ઈજામાંથી બહાર આવ્યા બાદ સ્પિનગ બોલિંગ કરવાની શરૂઆત કરી હતી. વરૂણે જણાવ્યું કે, નેટ્સ પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સના બેટ્સમેનોને પણ બોલિંગ કરી હતી. બાદમાં આ વર્ષે તે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમ્યો હતો અને મદુરાઇ પેન્થર્સનો હીરો સાબિત થયો હતો.
વરૂણને મિસ્ટ્રી સ્પિનર કહેવામાં આવે છે. વરૂણની એક્શન અને બોલ જ એવી હોય છે જેને બેટ્સમેન સમજી શકતો નથી. વરૂણ તમિલનાડુ તરફથી રમે છે અને સારો બેટ્સમેન પણ છે. 13 વર્ષની ઉંમર સુધી તે વિકેટકીપર-બેટ્સમેન હતો. કોલેજમાં આવ્યો ત્યારે તેણે ક્રિકેટ છોડી દીધું હતું અને ગ્રેજ્યુએશનની સાથે એક કંપનીમાં નોકરી પણ કરતો હતો.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં વરૂણ ચક્રવર્તીનું સૌથી વધારે હેરાન કરે તેવું હતું. તેને 8.4 કરોડ રૂપિયામાં કિંગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો છે. વરૂણની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયાથી 42 ગણી વધારે કિંમત મળી છે.