મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના ટ્વિટર ફૉલોઅર્સની સંખ્યા વધીને 3.9 કરોડ થઈ ગઈ છે. ત્યારે શાહરુખે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે. શાહરુખે પોતાની એક સેલ્ફી પોસ્ટ કરીને પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે.

બૉલિવૂડના બાદશાહે લખ્યું કે “આ રીતેજ તમારા પ્રેમને વહેવા દો અને સકારાત્મકતાને વધવા દો, તમારી જાતને ખુશ રાખો... હમેશા. તમે જે રીતે જોવા માંગો છો તે રીતે જ બધી વસ્તુ ખૂબસૂરત છે. તમને બધાને પ્રેમ.. ”


શાહરુખ હાલ રિયાદમાં સાઉદી અરબ ફિલ્મ ઉદ્યોગના એક સમારોહમાં ભાગ લેવા માટે ગયા છે.