નવી દિલ્હી: ઈન્ટરનેશનલ મનિટરિ ફંડ(IMF)એ એકવાર ફરી વર્ષ 2019-20 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડીને 6.1 ટકા કરી દીધો છે. આઈએમએફના તાજેતરના અનુમાન એપ્રિલમાં જાહેર કરેલા અનુમાનની તુલનામાં 1.2 ટકા ઓછો છે. આઈએમએફ એ એપ્રિલમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019માં 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. જો કે, ત્રણ મહીના બાદ જુલાઈમાં તેણ ભારત માટે ધીમી વૃદ્ધિ દરની સંભાવના વ્યક્ત કરી અને જીડીપી દરને 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો હતો.

ઇન્ટરનેશનલ મનિટરિ ફંડે 2019માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. આઈએમએફ એ વૈશ્વિક વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને ત્રણ ટકા કરી દીધો છે. જે ગત વર્ષે 3.8 ટકા હતા.


વર્ષ 2018-19માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા છે. આઈએમએફ અનુસાર ભારતનો વૃદ્ધિ દર 2019માં 6.1 ટકા રહેશે અને 2020માં ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારો આવ્યા બાદ તેનો વૃદ્ધિ દર 7.0 રહેશે.

આ પહેલા વિશ્વ બેન્કે પણ ભારતના 2019 માટે આર્થિક વૃદ્ધિ દરના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. વર્લ્ડ બેન્કે ભારતનો વિકાસ દરનો અનુમાન 6 ટકા કરી દીધો છે.

વર્લ્ડ બેન્કે ભારતને આપ્યો ઝટકો, GDP ગ્રોથ રેટનું અનુમાન ઘટાડ્યું