મુંબઈઃ બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. હાલમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા, ઋષિ કપૂર ગયા. હાલમાં જ તેમનું નિધન થયું. હું ભાંગી ગયો છું. કપૂર પિરવારથી રણધીર કપૂરે ઋષિના નિધનના અહેવાલને કન્ફર્મ કર્યા છે. જણાવીએ કે, ઋષિ કપૂરને બુધવારે તેના પરિવારે એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમના ભાઈ રણધીરે જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.


નોંધનીય છે કે, ઋષિ કપૂર વિતેલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યા હતા. પોતાની આ સારવાર દરમિયાન ઋષિ કપૂરે અમેરિકામાં કેન્સર હોસ્પિટલમાં એ સમયે 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા હતા. જણાવીએકે, ત્યાંથી પરત ફર્યા હતા. જણાવીએ કે ત્યાંથી પરત ફર્યા બાદ ઋષિએ જણાવ્યું હતું કે, તેની સારવાર આગળ પણ ચાલુ રહેશે અને તેને પૂરી રીતે ઠીક થવામાં સમય લાગશે.