શીલા દીક્ષિતના નિધનથી બોલીવૂડ દુખી, ઉર્મિલા-રવીનાથી લઈને અક્ષય કુમારે આપી શ્રદ્ધાંજલિ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2019 09:23 PM (IST)
શીલા દીક્ષિતનું આજે 81 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. તેમના નિધન બાદ રાજકીય દિગ્ગજો અને બોલીવૂડ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં બોલીવૂડ સ્ટાર્સ શીલા દીક્ષિતને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

નવી દિલ્હી: કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતનું આજે 81 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. તેમના નિધન બાદ રાજકીય દિગ્ગજો અને બોલીવૂડ સ્ટાર્સ પણ શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં બોલીવૂડ સ્ટાર્સ શીલા દીક્ષિતને સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરે લખ્યું, શીલા જીના નિધન વિશે સાંભળીને દુખ થયું. એક શાનદાર મહિલા, દિલ્હીના પૂર્વ મુખ્યમત્રી અને દરેક કલાની પરખ રાખનારા. અમે ક્યારેય રાજકારણ વિશે વાત નથી કરી પરંતુ સંગીત અને કવિતા વિશે લાંબી વાતો કરતા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને શાંત્વના આપે. અભિનેત્રી રવીના ટંડને ટ્વિટ કર્યું, શીલા દીક્ષિતની આત્મા માટે પ્રાર્થના, તેમના પરિવારને સાંત્વના. મુખ્યમંત્રી રહેતા તેમને દેશનો ખૂબ જ પ્રેમ મળ્યો સાથે જ તેમણે પોતાના કાર્યકાળમાં દિલ્હીમાં ઘણા બદલાવ કર્યા. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ.' અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે ટ્વિટ કરતા લખ્યું, "શીલા દીક્ષિતજીની આત્માને શાંતિ. તમે હંમેશા યાદ કરવામાં આવશો. અમે તમને હંમેશા પ્રેમ કરતા રહીશું. તમારી શક્તિ, દ્રઢ સંકલ્પ, સાહસ અને દયાલુ વ્યક્તિત્વ જેમણે દિલ્હીને ખૂબસુરત બનાવ્યું. ઓમ શાંતિ." અક્ષય કુમારે લખ્યું, "શીલા દીક્ષિતના નિધનના સમાચાર સાંભળી ખૂબ પીડા થઈ. તેમણે પોતાના કાર્યકાળમાં દિલ્હીની સૂરત બદલી હતી. તેમના પરિવારને સાંત્વના"